Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી, 8 ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

X

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 8 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો

અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટનાએ ચિંતા સર્જી છે. ઉપરા છાપરી અકસ્માતની બનતી આ ઘટનાઓ હવે તપાસ માંગી રહી છે. તાજેતરમાં યુપીએલ કંપનીમાં ભીષણ આગની ઘટનામાં ૫ કર્મચારીઓ દાઝી ગયા હતા.આ ઘટનાના ટૂંક સમયમાંજ અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપનીમાં આગની ઘટના સામે આવી છે. આજે સવારે અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના ફાયર ફાઇટિંગ એન્ડ સેફટી ટીમના પ્રયાસ અપૂરતા સાબિત થતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ બોલાવવામાં આવી હતી.8 ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ ફેલાયો હતો જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન થતા સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો

Next Story
Share it