અંકલેશ્વર : વિદેશી દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને શહેર પોલીસે ઝડપી પાડ્યો

અંકલેશ્વરના અંદાડામાં પકડાયેલ દારૂના જથ્થાના કેસમાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે

New Update

અંકલેશ્વર પંથકમાં આવેલ અંદાડા ગામ ખાતેથી શહેર પોલીસે બાતમીને આધારે રેડ કરી અને ભારતીય બનાવટનો ૪૦ હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો .જેના વોંટેડ બુટલેગરો છેલ્લા ચાર માસથી ફરાર હતા જેઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે .

અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ અંકલેશ્વર શહેર અંદાડા ગામ ખાતે સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા ૪૦ હજાર રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં ચાર જેટલા બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હતી અને બે બુટલેગરો નાસી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી એક બુટલેગરને આજરોજ અંકલેશ્વર શહેર પોલીસે અંકલેશ્વર નજીકના વિસ્તારમાંથી બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Latest Stories