ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અંક્લેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર અને પાણીની લાઈનો તૂટી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાહનો પાર્ક કરવા કે, અહીથી ચાલતા પસાર થવામાં પણ લોકોને પડવાનો ભય રહે છે. આ સમસ્યાથી પરેશાન સ્થાનિક મહિલાઓએ અંકલેશ્વર નગરપાલિકા અને PWD દ્વારા એકબીજાને આપવામાં આવતી ખોથી તંગ આવી પાલિકા કચેરી ખાતે નાહવા-ધોવાની અને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભરઉનાળે લોકોને પાણી ઉપરાંત ગટર લાઈટ જેવી સુવિધા પણ પૂરી પાડવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતું હોય છે, ત્યારે લોકોની સમસ્યાના નિવારણ માટેના પ્રયાસો કરવાની આવશ્યકતા વર્તાઈ રહી છે.