Connect Gujarat
ભરૂચ

ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ,જુઓ તંત્રએ શું કરી તૈયારી

શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થઈ શકશે નહીં કુત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમાનું કરવાનું રહેશે વિસર્જન

X

આવતીકાલે ગણેશ વિસર્જન દરમ્યાન નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને પ્રતિમાઓના વિસર્જન માટે ભરુચ અને અંકલેશ્વરમાં 8 કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આવતી કાલે અનંત ચૌદશ ગણેશ વિસર્જનને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.તંત્ર દ્વારા સરકારની નવી ગાઈડ લાઈનને લઇ નર્મદા નદીમાં ગણેશજીની પ્રતિમા વિસર્જન નહિ કરવામાં આવે તેવી સૂચનાઓને લઇ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા તેમજ વિસર્જન સમયે પાણીમાં ડૂબી જતાં અકસ્માતો નિવારવા તંત્ર દ્વાર આ અભિગમ દાખવવામાં આવ્યો છે.

સૌ પ્રથમ વાત કરીએ ભરૂચની તો આવો નજર કરીયે કઈ કઈ જગ્યાએ કુત્રિમ કુંડમાં શિજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે.

1.જે.બી.મોદી પાર્ક નજીકના કુત્રિમકુંડમાં

2 મકતમપૂરના નર્મદા બંગલોઝ નજીકના કુત્રિમકુંડમાં

3 ઝાડેશ્વર ગાયત્રી મંદિર નજીકના કુત્રિમકુંડમાં

હવે વાત કરીએ અંકલેશ્વરની તો અંકલેશ્વરમાં પણ 4 સ્થળોએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી શકાશે

1.રામકુંડ નજીકના કુત્રિમકુંડમાં

2.સૂરવાડી નજીકના જળકુંડમાં

3.ભરૂચ અંકલેશ્વર વચ્ચે RPMS સ્કૂલ નજીક કુત્રિમકુંડમાં

4.જીઆઈડીસીમાં ESIC હોસ્પિટલ નજીકના કુત્રિમકુંડ

Next Story
Share it