અંકલેશ્વરમાં રથયાત્રા પહેલા પોલીસ તંત્ર સજ્જ, શાંતિ સમિતિની બેઠક મળી

ચાલુ વર્ષે નગરમાં 7 કિમી રૂટ પર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જી સાથે નગરચર્ય માં નીકળશે

New Update
અંકલેશ્વરમાં રથયાત્રા પહેલા પોલીસ તંત્ર સજ્જ, શાંતિ સમિતિની બેઠક મળી

ભગવાન જગનનાથજીની રથયાત્રાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં પણ 20 વર્ષથી રથયાત્રાનું આયોજન થાય છે ત્યારે રથયાત્રા પૂર્વે હિન્દુ-મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિ બેઠક પોલ્સ વડા ચિરાગ દેસાઈની અધ્યક્ષતમાં મળી હતી.

આગામી 1 લી જુલાઈના રોજ અંકલેશ્વર ભરૂચી નાકા કમાલીવાડી હરિદર્શન સોસાયટી ખાતેથી 2 વર્ષ બાદ ભગવાન ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાને લઇ માત્ર મંદિર પરિસરમાં પ્રદક્ષિણા યાત્રા યોજાતી હતી. છેલ્લા 20 વર્ષથી શરુ થયેલ જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા ચાલુ વર્ષે નગરમાં 7 કિમી રૂટ પર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જી સાથે નગરચર્ય માં નીકળશે. ત્યારે શોભાયાત્રાશાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અંકલેશ્વર ભગવાન જગન્નાથજી મંદિર ટ્રસ્ટના સભ્યો તેમજ હિન્દુ આગેવાનો અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ દ્વારા યાત્રા કાયદો અને વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી આગેવાનો અપીલ કરી હતી અને આગેવાનો દ્વારા પણ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવી ખાતરી આપી હતી.

Latest Stories