ભરૂચ-અંકલેશ્વરમાં સેવાસેતુ કાર્યક્રમ થકી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો સ્થળ પર જ અપાયો લાભ

આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, નગર સેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
ભરૂચ-અંકલેશ્વરમાં સેવાસેતુ કાર્યક્રમ થકી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો સ્થળ પર જ અપાયો લાભ

ભરૂચના પંડિત ઓમકારનાથ હૉલ ખાતે અને અંકલેશ્વરમાં માં શારદા ભવન હૉલ ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સેવાસેતૂ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, નગર સેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તે સાથે જ અંકલેશ્વરમાં પણ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુના કાર્યક્રમ દરમિયાન અરજદારોના વિવિધ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો