Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ટંકારીયાની એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ યોજાયો,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના ટંકારીયા ખાતે આવેલ એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ ગામના ગ્રાઉન્ડ પર ઉજવાયો હતો.

X

ભરૂચના ટંકારીયા ખાતે આવેલ એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ ગામના ગ્રાઉન્ડ પર ઉજવાયો હતો.

ભરૂચના ટંકારીયા ખાતે આવેલ એમ.એ.એમ. હાઈસ્કૂલનો મંગળવારે પહેલો વાર્ષિક ખેલ સમારંભ યોજાયો હતો. અતિથિ વિશેષ તરીકે જનશિક્ષણ સંસ્થાનના જૈનુદિન સૈયદ દ્વારા ધ્વજારોહણ, મશાલ ફેરવી તેમજ સૈયદ સોકત અલી બાપુ દ્વારા રીબીન કાપી સ્પોર્ટ્સ ડેને ખુલ્લો મુકાયો હતો.સ્કૂલના બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. શાળાનો સ્ટાફ, વાલીઓ અને મહાનુભવોની ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ડે રંગે ચંગે સંપન્ન થયો હતો. મહાનુભવોના હસ્તે દરેક રમતમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર તેમજ પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્ય મહેતાબ ખાન પઠાને કર્યું હતું.

Next Story