Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રોકડીયા હનુમાન મંદિરે 11,111 ફળોનો ભોગ ધરાવાયો, ભક્તોએ અનુભવી ધન્યતા...

ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

X

ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં 11,111 નંગ વિવિધ ફળોના પ્રસાદનો ભોગ રોકડીયા હનુમાનજીને ધરવવામાં આવ્યો હતો.

રામાયણ કાળમાં હનુમાનજી માતા સીતાને શોધવા રાવણની લંકામાં પહોચી અશોક વાટિકામાં માતા સીતાના દર્શન કરે છે, જ્યાં હનુમાનજી વાટીકામાં વિવિધ પ્રકારના ફળો જોતા તેમને ભૂખ લાગે છે, અને ફળો આરોગી ભૂખને સંતોષ આપે છે. શ્રી રામ ભક્ત હનુમાનજીને ફળો અતિપ્રિય છે, ત્યારે આજરોજ હનુમાન જયંતીના પાવન અવસરે ભરૂચના રોકડીયા હનુમાન મંદિર ખાતે પ.પૂ સનકાદિક મહામંડલેશ્વર ઓમકારદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ 11,111 નંગ વિવિધ ફાળોના પ્રસાદનો ભોગ ધરાવવામાં આવો હતો. રોકડીયા હનુમાન મંદિર ખાતે ભરૂચ શહેર અને જિલ્લાની જનતાએ ફળોના મહાભોગના દર્શનનો લ્હાવો લીધો હતો. તદઉપરાંત શહેરના સ્ટેશન રોડ, કસક સર્કલ, નારાયણ કુંજ વિહાર સોસાયટી સ્થિત હનુમાન મંદિરોમાં પણ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન સહિત પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story