Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મહેદવિયહ ઈજતિમાઈ નિકાહ કમિટી દ્વારા 11મો યુવક-યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

ભરૂચના મહેદવિયહ ઈજતિમાઈ નિકાહ કમિટી દ્વારા આજરોજ 11મા યુવક-યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.

X

ભરૂચના મહેદવિયહ ઈજતિમાઈ નિકાહ કમિટી દ્વારા આજરોજ 11મા યુવક-યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 43 જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ લગ્ન સંસારમાં ડગ માંડ્યા છે.

ભરૂચની મહેદવિયહ ઈજતિમાઈ કમિટીનું અદમ્ય સાહસ જરૂરિયાતમંદો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી જરૂરિયાતમંદોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં 43 જેટલા યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી છે. સાંપ્રત સમયમાં દેવાઓના બોજ તળે પ્રસંગો ઊજવતાં લોકો માટે સમૂહ શાદી પ્રેરણારૂપ છે, ત્યારે આ લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓને કરિયાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. ખાસ દુઆઓ સાથે મહેદવિયહ ઈજતિમાઈ નિકાહ કમિટી દ્વારા યોજાયેલ 11મા યુવક-યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ સમાપન થયો હતો. આ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મેહદવિયહ ઈજતિમાઈ કમિટીના સભ્યો અને મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story