ભરૂચ:રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી ઉજવણી,જંબુસરમાં પદયાત્રાનું આયોજન

રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા સંઘ સીગામથી નારેશ્વર જવા રવાના થતા ભરુચના જંબુસર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ

ભરૂચ:રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી ઉજવણી,જંબુસરમાં પદયાત્રાનું આયોજન
New Update

રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા સંઘ સીગામથી નારેશ્વર જવા રવાના થતા ભરુચના જંબુસર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ

શ્રી રંગ અવધૂત બાપજી ની 125 મી જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે રંગ ભક્તો દ્વારા બાવન પાઠ,ગુરુલીલામૃત પારાયણ, ભજન કીર્તન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે સીગામ રંગ ભક્તો દ્વારા જંબુસર તાલુકાના 17 ગામના રંગ ભક્તોની સામૂહિક પદયાત્રા સીગામથી નારેશ્વર જવા રવાના થઈ હતી.જે આજરોજ જંબુસર ખાતે આવી પહોંચતા જંબુસર અગ્રણીઓ નિખિલભાઇ જાની, ચંદ્રકાંત પટેલ,વિરેનભાઈ શાહ,શૈલેષભાઈ પટેલ, કુલદીપસિંહ યાદવ સહિત સ્વરાજ ભવન ખાતે આવી પહોંચી પદયાત્રીકોનું ભવ્ય સ્વાગત કરાયું તથા આરતી યોજાઈ હતી.પદયાત્રામાં 300 જેટલા રંગભક્ત પદયાત્રીકો જોડાયા હતા.પદયાત્રીકો નારેશ્વર ખાતે પહોંચી દર્શન અને પાદુકા પૂજનનો લાભ લેશે સીગામ રંગ કુટીરથી નીકળેલ પદયાત્રીઓ જંબુસરથી નારેશ્વર તરફ જવા રવાના થયા હતા.

#Bharuch #Gujarat #CGNews #Jambusar #padayatra #celebration #Birth anniversary #Rang Avadhoot Maharaj
Here are a few more articles:
Read the Next Article