/connect-gujarat/media/post_banners/a08412a66863947e859e750eab5e3dcd9faf2a38c22e1167b4bfc2ca7da36661.webp)
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના 13 વર્ષીય બાળકે સ્પાઇડર રોબોટનું નિર્માણ કર્યું છે
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના બાળકને નાનપણથી જ અવનવુ સર્ચ કરવાનો, ઇલેક્ટ્રિક સેલનો ઉપયોગ કરી કંઈકને કંઈક નવું શોધવાનો શોખ હતો. 13 વર્ષીય કિશોર ઈર્શાદ હાલ ઇલેક્ટ્રિક સેલ સહિતની વેસ્ટ વસ્તુઓમાંથી રોબોટ અને સ્પાઇડર બનાવી બાળ વૈજ્ઞાનિક બન્યો છે સાયકલ રીપેરિંગ કામ કરતા મુલતાની પરીવારના 13 વર્ષીય ઈર્શાદને ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા વ્યકત કરી છે. માત્ર 13 વર્ષની નાની વયે ઈર્શાદે વેસ્ટ મટીરીયલમાંથી 6 ઇંચનો રોબર્ટ અને 4 ઇંચનો ઇલેક્ટ્રોનિક સ્પાઈડર બનાવ્યો છે. શાળામાં યોજાતા વિજ્ઞાન મેળાઓ જોઈને ઈર્શાદે પોતાના મનમાં ચાલતા વિચારોને ઇનોવેટીવ સ્વરૂપ આપ્યું છે. ઇનોવેશન રૂપે રોબોટ અને સ્પાઇડરની પ્રતિકૃતિ મનમાં તૈયાર કરી હતી.6 ઇંચના રોબોટમાં સેલ જોઈન્ટ કરતા જ તે ફટાફટ ચાલવા લાગ્યો હતો. રોબોટએ ઈર્શાદના ઇનોવેશનને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ તેને વધુ પ્રોત્સાહન મળ્યુ હતું જેથી તેણે થોડા જ સમયમાં તાર અને બેટરીની મદદ વડે માત્ર 4 ઇંચનુ સ્પાઈડર બનાવ્યુ હતુ