ભરૂચ: આમોદમાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા, પી.એમ.રિપોર્ટમાં થયો ખુલાસો

ભરૂચના આમોદ તાલુકાના એક ગામની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી

New Update
ભરૂચ: આમોદમાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા, પી.એમ.રિપોર્ટમાં થયો ખુલાસો

ભરૂચના આમોદ તાલુકાના એક ગામની સગીરાનો મૃતદેહ મળી આવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરા સાથે દુષ્કર્મ આચાર્યા બાદ ગળું દબાવી તેની હત્યા કરી દેવામાં આવી છે. આમોદ તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરા લાકડા વીણવા માટે ગઇ હતી. બપોરના સમયે તે લાકડાનો એક ભારો લાવી તેના ઘરે નાંખી બીજો ભારો લેવા ગઇ હતી.

લાંબો સમય વીતી જવા છતાં સગીરા ઘરે પાછી નહિ ફરતા તેનો પરિવાર તેને શોધવા માટે નીકળ્યો હતો દરમિયાન એક ખેતરમાંથી સગીરાનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની ગળુ દબાવી હત્યા કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ આરોપીને પકડવા માટે 5થી વધુ ટીમ બનાવવામાં આવી છે. આમોદ પોલીસ મથકે બનાવ સંદર્ભે રેપ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Latest Stories