/connect-gujarat/media/post_banners/7732cf4c008cdae754a7a7d542c8cb622ed26409581928f17a4ef1c2d798cf26.jpg)
પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ સમો 143 વર્ષ જૂનો નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજના પ્રવેશદ્વાર હવે, રાહદારીઓ સહિત નાના વાહનો માટે બંધ થઈ ગયા છે. ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજ વર્ષ 1881માં બનેલ ગોલ્ડન બ્રીજ શરૂ થયાને હાલ 143 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ બ્રીજમાં 52 મીટરના કુલ 28 સ્પાન આવેલ છે. આ બીજની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. વર્ષ 2015-16માં ગોલ્ડન બ્રિજને સમાંતર નવા 4 માર્ગીય નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી મળતા તા. 12 જુલાઈ 2021થી નર્મદા મૈયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે. ગોલ્ડન બ્રિજ ઉપરથી હાલ પણ છૂટા છવાયા વાહનો પસાર થાય છે. કેન્દ્ર સરકારના રિપોર્ટમાં અગાઉ ભરૂચના ગોલ્ડન બ્રિજને દેશના અતિ 7 જોખમી પુલમાં સમાવેશ કરાયો હતો. જેથી કોઈપણ સમયે બ્રિજમાં અજાણે ક્ષતિ સર્જાય શકે તેવી શક્યતા રહેલી છે. અવાર નવાર આ બ્રિજનું નિરીક્ષણ કરવાનું રહેતું હોઈ નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને પ્રવેશવા પર તાત્કાલીક ધોરણે પ્રતિબંધ લાદવા દરખાસ્ત મળી છે, ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા તા. 12 જુલાઈથી ગોલ્ડન બ્રિજ ઉપર અન્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય લોકો કે, વાહનો માટે પ્રવેશ પાબંદી ફરમાવી દેવામાં આવી છે.