Connect Gujarat
ભરૂચ

ભરૂચ : એમ.કે.કોમર્સ કોલેજનો 14મો વાર્ષીક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્ય કૃતિઓ રજૂ કરી...

MK કોમર્સ કોલેજનો 14મો વાર્ષીક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઈનામ વિતરણ સમારોહ આચાર્ય ડો. વી.એન.જોષીના માર્ગદર્શન હેઠળ કોલેજ કેમ્પસમાં યોજાયો હતો.

X

ભરૂચની એમ.કે.કોમર્સ કોલેજનો 14મો વાર્ષીક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

ભરૂચ શહેરની એમ.કે. કોમર્સ કોલેજનો 14મો વાર્ષીક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઈનામ વિતરણ સમારોહ આચાર્ય ડો. વી.એન.જોષીના માર્ગદર્શન હેઠળ કોલેજ કેમ્પસમાં યોજાયો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ મરાઠી નૃત્ય, રાજસ્થાની નૃત્ય, ગુજરાતી ગરબા, વેસ્ટર્ન ડાન્સ સહિતની કૃતિઓ રજૂ કરી હતી, જ્યારે કોલેજના પ્રાધ્યાપકોએ પણ ફિલ્મી ગીતો ગાયા હતા. આ સાથે જ કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story