/connect-gujarat/media/post_banners/aeea02e9d0eb4408d40d4e1fc1b3a978b3a8de9de78bc3659d5094bae5f98e0b.jpg)
રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર 162 રામભકતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ અંગેનો કાર્યક્રમ ભરૂચના વેજલપુર વિસ્તારમાં યોજાયો હતો
અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે મંદિરનું નિર્માણ થાય અને રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે માટે લાખો કાર સેવકોનો પણ ફાળો છે.ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશના કાર સેવકોએ ત્રીસ વર્ષ પહેલાં રામ લલ્લા હમ આયેંગે મંદિર વહી બનાયેંગેનુ સુત્ર લલકાર્યું હતું તે હવે સાકાર થવા જઈ રહ્યું હોવાથી માત્ર કાર સેવકો જ નહીં પરંતુ ભરૂચ પંથકમાં ખુશીનો માહોલ થઈ ગયો છે. ત્રીસ વર્ષ પહેલા ભરૂચ જિલ્લામાં થી અલગ અલગ તબક્કે 700 જેટલા લોકો અયોધ્યા ખાતે કાર સેવા માટે ગયા હતા.ભરૂચ જિલ્લાના કાર સેવામાં ગયેલા 162 કાર્યકરોનો સન્માન સમારોહ વેજલપુર બંબાખાનાના અંબેમાતા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ,વીએસપી અગ્રણી અજય વ્યાસ,મનન આશ્રમના સ્વામી, કુકરવાડા આશ્રમના સ્વામી લોકેશાનંદ, વિરલ દેસાઈ શિટના આગેવાનોએ ઉપસ્થિત રહી કારસેવકોનું સન્માન અને બહુમાન કર્યું હતું