/connect-gujarat/media/post_banners/ec921cad1da218bdc6a1e87cc1b142b122aeefc79964b136d7b4e1729db14576.webp)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના જમાદાર ઉપર હુમલાની ઘટનાનો કાવી પોલીસ મથકે 3 આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો. કાવી પોલીસ મથક વિસ્તારના દહેગામ ગામે પોલીસ પર હુમલો થયો હતો. લોકલ અરજીની તપાસમાં ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કાવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિનય વસાવા હુમલો હતો, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મુખ્ય ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે આ મામલાની વધુ તપાસ કાવી પોલિસ સ્ટેશનના PSI વૈશાલી આહીર કરી રહ્યા છે.