ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ચેકપોસ્ટ પાસેથી 2 બુટલેગરોની ધરપકડ, દારૂનો જથ્થો મળી રૂ. 22.89 લાખનો મુદ્દામાલ જપ્ત...

ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે 2 બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો

New Update
ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ચેકપોસ્ટ પાસેથી 2 બુટલેગરોની ધરપકડ, દારૂનો જથ્થો મળી રૂ. 22.89 લાખનો મુદ્દામાલ જપ્ત...

ભરૂચ જિલ્લામાં બેફામ અને બિન્દાસ બનવા જઈ રહેલા નશાના વેપલાના સોદાગરો સામે આખરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. નશાનો વેપલો કરતા તત્વો સામે હવે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે, ત્યારે લાખોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે 2 બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ઉમલ્લા ચેકપોસ્ટ ખાતે રાજપીપળાથી સુરત તરફ જઈ રહેલા આઈસર ટેમ્પો નંબર GJ-15-AV-6621 આવતા તેને રોકી તેમાં તલાસી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો 3132 નંગ બોટલ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા વિદેશી શરાબનો જથ્થો મળી કુલ રૂ. 22.89 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

#Bharuch #bootlegger #Bharuch Police #bharuchnews #બુટલેગર #ઉમલ્લા ચેકપોસ્ટ #bootleggers arreste #Umalla check post
Latest Stories