ભરૂચ : ગંધાર-મુલેર નજીક નંબર પ્લેટ વગરના મોપેડ પર દારૂની ખેપ મારતા 2 ખેપિયાઓ ઝડપાયા...

દારૂની 44 બોટલ જેની કિંમત રૂપિયા 22 હજારનો જથ્થો મળી મુલેરની નવી વસાહતમાં રહેતા 2 ઈસમોની રૂ. 97 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
ભરૂચ : ગંધાર-મુલેર નજીક નંબર પ્લેટ વગરના મોપેડ પર દારૂની ખેપ મારતા 2 ખેપિયાઓ ઝડપાયા...

ભરૂચ જિલ્લાના ગંધારથી મુલેર તરફ જવાના માર્ગ ઉપર નંબર પ્લેટ વગરના મોપેડ પર દારૂની ખેપ મારતા 2 ખેપિયાઓની 44 નંગ દારૂની બોટલ સાથે પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, વાગરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, મુલેર ગામનો ઈસમો દારૂ લઈને આવી રહ્યો છે, ત્યારે ગંધાર-મુલેર માર્ગ પર વોચ ગોઠવતા નંબર વગરની મોપેડ આવતા તેને અટકાવી હતી, જ્યાં આગળ થેલામાંથી દારૂની 44 બોટલ જેની કિંમત રૂપિયા 22 હજારનો જથ્થો મળી મુલેરની નવી વસાહતમાં રહેતા 2 ઈસમોની રૂ. 97 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે માલ આપનાર વડોદરાના બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો છે.

Advertisment