ભરૂચ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨ ખેલાડીઓ પોતાનું પર્ફોર્મન્સ બતાવશે
અંકલેશ્વરના ૨ ખેલાડીઓ ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોતાનું પર્ફોર્મન્સ બતાવશે
BY Connect Gujarat Desk13 Dec 2022 11:17 AM GMT

X
Connect Gujarat Desk13 Dec 2022 11:17 AM GMT
ભરૂચ અને અંકલેશ્વરના ૨ ખેલાડીઓ ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોતાનું પર્ફોર્મન્સ માટે ૧૫ મી ડિસેમ્બરે પહોંચનાર હોવાના કારણે પરિવારમાં પણ ખુશી સાથે ભરૂચનું ગૌરવ વધાર્યું છે.૧૫ મી ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ભરના ખેલાડીઓ પોતાનું પર્ફોર્મન્સ રજૂ કરવા પહોંચનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાંથી પણ ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચના પવિત્ર ગર્ગ બેસ્ટમેન તથા બેસ્ટ બોલર તરીકે અંકલેશ્વરનો શૈલેષ બિંદ ભરૂચથી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોતાનું પરફોર્મન્સ રજૂ કરવા જનાર છે જેને લઇને બંને ખેલાડીઓ પોતાના ઘર આંગણે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને સ્ટેટ લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના ૨ ખેલાડીઓ સિલેક્શન થતા ભરૂચ જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે
Next Story