Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 207 લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરાય...

ભરૂચમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 626 લોકોને વ્યક્તિગત બાંધકામ આવાસ યોજના હેઠળ મંજૂર મળી હતી. જેમાંથી 207 આવાસ બાંધકામ પૂર્ણ થયા છે.

ભરૂચ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 207 લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરાય...
X

ભરૂચ નગરપાલિકા દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ અર્પણનો કાર્યકમ યોજાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજનાના સમારંભમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાત સમગ્ર દેશનું સક્સેસ મોડેલ બન્યું છે. જેનું શ્રેય દેશના પ્રધાનમંત્રીને ફાળે જાય છે. પ્રધાનમંત્રી આવાસનો લાભ મળવાપાત્ર તમામ લોકોએ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, ભરૂચમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 626 લોકોને વ્યક્તિગત બાંધકામ આવાસ યોજના હેઠળ મંજૂર મળી હતી. જેમાંથી 207 આવાસ બાંધકામ પૂર્ણ થયા છે. જેમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથ ગોહિલે સમારંભની પૂર્વ ભૂમિકા બાંધી હતી.

Next Story