ભરૂચ : SVMIT કોલેજમાં યોજાયેલ "ઇન્ટરનલ હેકેથોન" સ્પર્ધામાં 235 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન કાઉન્સિલર સેલ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્માર્ટ ઇન્ડિયા સ્પર્ધા યોજાય રહી છે.

New Update
ભરૂચ : SVMIT કોલેજમાં યોજાયેલ "ઇન્ટરનલ હેકેથોન" સ્પર્ધામાં 235 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન કાઉન્સિલર સેલ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્માર્ટ ઇન્ડિયા સ્પર્ધા યોજાય રહી છે. જેના ભાગરૂપે ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઇન્ટરનલ હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશની વિવિધ ટેકનોલોજીકલ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મિનિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપાયેલ સોફ્ટવેર અને હાર્ડવેર શ્રેણીના રીયલ લાઈફ પ્રોબ્લમ, સોલ્યુશન અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ બન્ને કેટેગરીમાં સંસ્થાના વિદ્યાર્થીઓને નોમિનેટ કરવા માટે વિવિધ સંસ્થાઓમાં ઇન્ટરનલ હેકેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના ભાગરૂપે ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલ ઇન્ટરનલ હેકેથોન સ્પર્ધામાં સોફ્ટવેર કેટેગરીમાં 15 ટીમ અને હાર્ડવેર કેટેગરીમાં 19 ટીમ મળીને કુલ 235 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં 8 ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાંતોની હાજરીમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરાયું હતું. આ પ્રસંગે સ્પર્ધાના કો-ઓર્ડીનેટર પ્રોફેશનલ વૈશાલી પટેલ, SVMIT સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ, આચાર્ય દીપક દેવોરે વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Latest Stories