ભરૂચ વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે 25 ઊંટના મોતની ઘટનામાં ઓએનજીસી કંપનીએ પ્રેસ રિલીઝ જારી કરી છે. કંપનીએ લાઈનમાં લીકેજ થી ઊંટના મોત નહિ થવા અંગે સ્પષ્ટતા કરી છે. ઘટના સ્થળે વાહનોના ટાયરના નિશાન જોવા મળ્યા છે. જેમાં અનુમાન લગાવાયું છે કે, કંપનીની છબી બગાડવા કોઈ ઊંટના મૃતદેહો અહીં મૂકી ગયું હશે.વધુમાં ઉંટના મોઢા કે શરીર ઉપર પણ ઓઇલ જોવા મળ્યું નથી. પાઇપલાઇનમાં લીકેજ અને ઊંટના મોત બન્ને ઘટનાને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. ઊંટના મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ અને એફ.એસ.એલ. રિપોર્ટ બાદ જ બહાર આવી શકશે. જેની ઓ.એન.જી.સી. કંપની પણ રાહ જોઈ રહી છે.
ભરૂચ: વાગરાના કચ્છીપુરા ગામે 25 ઊંટના મોતનો મામલો, ONGC કંપનીએ સત્તાવાર નિવેદનમાં વાંચો શું કહ્યુ
ભરૂચ વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે 25 ઊંટના મોતની ઘટનામાં ઓએનજીસી કંપનીએ પ્રેસ રિલીઝ જારી કરી છે.
New Update