Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ગોલ્ડનબ્રિજ નર્મદા નદીના જળસ્તર ફરીવાર વધવાના એંધાણ,ડેમમાંથી છોડાયું 2.94 લાખ ક્યુસેક પાણી

સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ ખોલી અઢી લાખ ક્યુસેક પાણી નદીમાં છોડતા ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ફરી એકવાર વધારો થાય એવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે

X

સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ ખોલી અઢી લાખ ક્યુસેક પાણી નદીમાં છોડતા ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ફરી એકવાર વધારો થાય એવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે

મધ્યપ્રદેશમાં ફરીથી ભારે વરસાદ નર્મદા નદીમાં જળસ્તર વધવા માટે નિમિત્ત બની શકે છે. ડેમના 15 દરવાજા ખોલાતા નદીમાં ઠલવાઇ રહેલા કુલ 2.94 લાખ ક્યુસેક પાણીના પગલે નદી બીજી વખત બે કાંઠે વહેતા ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના ગામોને સાબદા કરવાની તંત્રને ફરજ પડી છે.સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ ઓમકારેશ્વર તેમજ ઈન્દિરાસગર ડેમમાંથી વધુ પાણી છોડવાનું રવિવારથી શરૂ કરાયું છે.

ઇન્દિરાસાગરમાંથી છોડવામાં આવેલો પાણીનો જથ્થો 32 કલાક બાદ સરદાર સરોવરમાં આવવાનો શરૂ થઈ ગયો છે.આજે સોમવારે બપોરે 12 કલાકે ડેમના 15 દરવાજા 2.35 મીટર સુધી ખોલીને 2.50 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે. રીવર બેડ પાવર હાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 44 હજાર ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. નર્મદા નદીમાં 2 લાખ 94 હજાર ક્યુસેક પાણી હાલ ઠલવાઇ રહ્યું છે. જેને લઈ નર્મદા નદીની જળ સપાટી ફરી ગોલ્ડનબ્રિજ ખાતે વધી શકવાની સંભાવના છે.સાથે જ અમાસની ભરતીને લઈ નર્મદા નદીની સપાટીમાં ફરીથી ઝડપભેર વધારો થઈ શકે છે. હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટરે પોહચી ગઈ છે. હવે ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી માત્ર 2.68 મીટર જ દૂર છે.

Next Story