Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાલેજ નજીક આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા, 12 વર્ષીય બાળકનું સારવાર દરમ્યાન મોત...

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર બ્રિજના છેડે આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.

ભરૂચ : પાલેજ નજીક આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા, 12 વર્ષીય બાળકનું સારવાર દરમ્યાન મોત...
X

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર બ્રિજના છેડે આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી. જેમાં ગંભીર ઇજાના પગલે સારવાર દરમ્યાન એક બાળકનું મોત નીપજયું હતું, જ્યારે 2 લોકોને વધુ સારવાર અર્થે બરોડા રીફર કરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, મૂળ યુપીના અને હાલ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે મામાના ઘરે રહેતો 12 વર્ષીય ભાણીયો યશકુમાર અને બહેન ગાયત્રીબેન અને જ્યોતિબેન બસમાં આવ્યા હતા. તેઓ ગતરોજ રાત્રીના સમયે પાલેજ બ્રિજના છેડે ઉતરતા એક આઈસર ટેમ્પો ચાલકે એક બાળક સહિત 3 લોકોને અડફેટમાં લીધા હતા. અકસ્માતમાં ત્રણેય લોકોને ગંભીર ઇજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાના પગલે 12 વર્ષીય યશકુમાર પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોય જેથી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક સ્થળ પર ટેમ્પો મુકી ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ, અકસ્માતની જાણ થતાં જ પાલેજ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી આઈસર ટેમ્પો ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

Next Story