ભરૂચ : જુના સરદાર બ્રિજ નજીક રેલિંગ સાથે ભટકાતાં પીકઅપ વાનની છત પર બેઠેલા 3 લોકોના મોત…

ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર જુના સરદાર બ્રિજ નજીક લગાડેલી એંગલમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા લોકો ભટકાયા હતા.

ભરૂચ : જુના સરદાર બ્રિજ નજીક રેલિંગ સાથે ભટકાતાં પીકઅપ વાનની છત પર બેઠેલા 3 લોકોના મોત…
New Update

ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર જુના સરદાર બ્રિજ નજીક લગાડેલી એંગલમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા લોકો ભટકાયા હતા. જેમાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનનો પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગમાં ગત ધૂળેટીની રાત્રિએ પીકઅપ વાનની છત ઉપર બેઠેલા 5 લોકો ભટકાયા હતા. નારેશ્વર દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત નડ્યો હતો. જોકે, હોસ્પિટલ ખસેડાયેલા રમેશભાઇ તથા અક્ષીતભાઇને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ટૂંકી સારવાર બાદ વધુ એક વ્યક્તિએ અંતિમ શ્વાસ લીધો હતો. જોકે, એક જ પરિવારના 3 લોકોના મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસે મૃતદેહોને પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી પીકઅપ વાનના ચાલાક કેશભાઇ માંગુકીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #accident #Pickup van #3 people killed #Juna Sardar Bridge #railing
Here are a few more articles:
Read the Next Article