ભરૂચ: હિંગલ્લા ગામ નજીક કપાસ ભરેલ ટેમ્પો પલ્ટી મારી જતાં 3 યુવાનોના મોત

કપાસ ભરેલ ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા

New Update
ભરૂચ: હિંગલ્લા ગામ નજીક કપાસ ભરેલ ટેમ્પો પલ્ટી મારી જતાં 3 યુવાનોના મોત

ભરૂચ પાલેજને જોડતા માર્ગ પર આવેલ હિંગલ્લા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોના મોત નિપજ્યા હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ભરૂચ-પાલેજ માર્ગ પર આવેલ હિંગલ્લા ગામ નજીક કપાસ ભરેલ ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે ઘટનાની જાણ થતાંજ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી.

અને ત્રણેય મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. ટેમ્પો પલ્ટી જતા ટેમ્પોમાં સવાર 3 યુવાનો નીચે પટકાયા હતા. તેમજ એક યુવાન ટેમ્પો નીચે દબાઈ ગયો હતો. જેને JCB મશીનની મદદ વડે બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે બહાર કાઢે તે પહેલા જ યુવાને દમ તોડ્યો હતો મૃતક ત્રણેય યુવકો પારખેત ગામના હોવાના માહિતી મળી રહી છે અકસ્માતની જાણ થતાંજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.

Latest Stories