Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બેન્ક લીંકેજ કેમ્પમાં 343 સખીમંડળોને રૂ. 372.10 લાખની રકમના લોન-ધિરાણ ચેક એનાયત કરાયા...

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ધ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

ભરૂચ : બેન્ક લીંકેજ કેમ્પમાં 343 સખીમંડળોને રૂ. 372.10 લાખની રકમના લોન-ધિરાણ ચેક એનાયત કરાયા...
X

ભરૂચ ખાતે બેન્ક લીંકેજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 343 સખીમંડળોને રૂપિયા 372.10 લાખની રકમનું લોનનું ધિરાણના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યરત દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત સખી મંડળને તથા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાના હેતુસર સ્વસહાય જુથો માટે બેન્ક લીંકેજ અન્વયે જિલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન


ભરૂચના પંડિત ઓમકારનાથ હોલમાં સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપદે અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત બેન્ક લીંકેજ કેમ્પ દરમિયાન 343 સખીમંડળોને રૂ. 372.10 લાખની રકમની લોનનું ધિરાણના ચેકોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ સ્ટેજ પરથી 16 જેટલાં લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીના ચેક એનાયત કરાયા હતા. ઉપરાંત બેન્ક સખી, NRLM યોજનાના શ્રેષ્ઠ કર્મચારી અને બેન્ક ઓફ બરોડા હાંસોટ, નેત્રંગ, અંકલેશ્વર તેમજ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક નેત્રંગના બ્રાન્ચમેનેજરોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ધ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ગામડાના છેવાડાની મહિલાઓ સુધી પહોંચી તેમને આત્મનિર્ભર બનાવવાનના હેતુથી સરકાર દ્વારા અનેક યોજના ઘડી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે જેમાં સરકાર અને ભરૂચ જિલ્લાની બેંકોનો મોટો ફાળો રહ્યો છે. તેમને બહેનોને શિક્ષણ પર ધ્યાન આપવા સાથે વ્યસનમુક્તિ માટે, અંધશ્રધ્ધા તેમજ કૂરિવાજો દૂર કરવા માટે જાગૃત બને તેવી હાકલ કરી હતી.

જેમાં જય અંબે સખીમંડળ નેત્રંગના અનિલાબેન વસાવાએ એમ્બ્રોડરી વર્ક કરીને પોતાના જુથે કેવી રીતે રોજગારી પ્રાપ્ત કરી તે અંગે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા લાઈવલીહૂડ મિશનના ડીએલએમ પ્રવિણ વસાવા. અંકિતા દવે, આગેવાન પદાધિકારીઓ, વિવિધ બેન્કોના અધિકારીઓ અને સખીમંડળ તથા સ્વસહાય જુથની બહેનો ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમ બાદ સખીમંડળ દ્વારા યોજિત પ્રદર્શનનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું.

Next Story