/connect-gujarat/media/post_banners/bc6e6bd4e9159d2d66a5e70dcf8171cc2135c653d4c5f3990c043bd90046f399.webp)
ભરુચના જંબુસર તાલુકાના જંત્રાણ ગામની નવીનગરી પાસેથી જુગાર રમતા ચાર જુગારીયાઓને કાવી પોલીસે ૧૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
કાવી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર તાલુકાના જંત્રાણ ગામની નવીનગરી નજીક પીલુડીના ઝાડ નીચે જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે જુગાર રમતો દિનેશ રાઠોડ,શ્રવણ રાઠોડ,દિનેશ બુધાભાઈ પરમાર તેમજ ઈર્શાદ ઈસ્માઈલ ખીલજીને ઝડપી પાડ્યો હતો.