ભરૂચ : જંબુસરના તલાવપુરામાંથી જુગાર રમતા હોમગાર્ડ જવાન સહિત 4 જુગારીયાઓની અટકાયત…

જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાં જુગાર રમતા જંબુસર હોમગાર્ડના જવાન સહિત 4 જુગારીયાઓને જુગાર રમતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ભરૂચ : જંબુસરના તલાવપુરામાંથી જુગાર રમતા હોમગાર્ડ જવાન સહિત 4 જુગારીયાઓની અટકાયત…

ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાં જુગાર રમતા જંબુસર હોમગાર્ડના જવાન સહિત 4 જુગારીયાઓને જુગાર રમતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના તલાવપુરા વિસ્તારમાં કેટલાક ઇસમો જુગાર રમતા હોય તેવી જંબુસર પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જંબુસરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા રણજિત રાયસંગ રહેજા સહિત ખાલિદ ઉર્ફે અલ્લો ઈબ્રાહીમ, ઇમરાન ફિરોજ પઠાણ, મહમ્મદ રસુલ નિઝામ ઉંમરજી મલકેની રૂ. 82 હાજર ઉપરાંતના મુદ્દામાલ સાથે પોલીસે અટકાયત કરી હતી. એટલું જ નહીં, પોલીસે સ્થળ પરથી 2 મોટરસાયકલ તેમજ 4 મોબાઈલ પણ જપ્ત કર્યા હતા, જ્યારે અન્ય 4 આરોપીઓને ભૌગોલિક પરિસ્થિતિનો લાભ મળતા સ્થળ પરથી નાસી છૂટવામાં સફળતા મળી હતી. તો બીજી તરફ, અગાઉ પણ જંબુસરનો હોમગાર્ડ જવાન રણજિત રાયસંગ રહેજા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે તમામ જુગારીયાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.