Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દિવાળીના પર્વને લઇ સબ જેલમાં 60 વર્ષથી વધુ ઉંમરના 5 કેદીઓને 15 દિવસ માટે પેરોલ પર મુક્ત કરાયા…

જેલવાસ ભોગવી રહેલા કેદીઓ પોતાના પરિવારજનો સાથે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો,

X

જેલવાસ ભોગવી રહેલા કેદીઓ પોતાના પરિવારજનો સાથે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે ભરૂચ સબ જેલના 5 કેદીઓને 15 દિવસ માટે પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવતા તેઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

જેલવાસ ભોગવી રહેલા કેદીઓ માટે રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલ્યાણ પ્રવૃતિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળી નિમિત્તે જેલમાં 60 વર્ષ કે, તેથી વધુ ઉંમર ધરાવતા પુરૂષ કેદી અને મહીલા કેદીઓ તેમના કુંટુબીજનો સાથે ખુશાલીથી દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે 15 દિવસ માટે નિયમ અનુસાર તેમજ યોગ્ય શરતો મુજબ અને જામીન લઇને પેરોલ મંજૂર કરવાનો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા સબ જેલના પાત્રતા ધરાવતા કુલ 5 કેદીઓને તા. 23 ઓક્ટોબરથી આગામી 15 દિવસ માટે પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે જેલમુક્ત થયેલ કેદીઓને દિવાળીનો તહેવાર પોતાના કુટુંબીજનો સાથે ઉજવવાનો લાભ મળતા તેઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

Next Story