ભરૂચ: લોકસભા બેઠક પર 3 દિવસમાં 51 ફોર્મ ઉપડ્યા,કુલ 9 ફોર્મ ભરાયા

ભરૂચ લોકસભા બેઠક પર આજે મંગળવારે 7 ઉમેદવારી પત્રોનો 4 વ્યક્તિઓ દ્વારા ઉપાડ થયો

ભરૂચ: લોકસભા બેઠક પર 3 દિવસમાં 51 ફોર્મ ઉપડ્યા,કુલ 9 ફોર્મ ભરાયા
New Update

ભરૂચ લોકસભા બેઠક ઉપર ફોર્મ ભરવાના મંગળવારે ત્રીજા દિવસે એક અપક્ષ ઉમેદવારી પત્ર ભરાવા સાથે કુલ 51 ફોર્મનો 33 વ્યક્તિઓ દ્વારા ઉપાડ થયો છે. ભરૂચ લોકસભા બેઠક પર આજે મંગળવારે 7 ઉમેદવારી પત્રોનો 4 વ્યક્તિઓ દ્વારા ઉપાડ થયો હતો.

સાથે જ ઝઘડિયાથી ધોરણ 8 પાસ અને એક કેસ ધરાવતા ખેત મજૂર ધર્મેશકુમાર વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.કુલ ભરાયેલા 9 ફોર્મમાં એક અપક્ષ 4 ભાજપ અને 4 ડમી ઉમેદવારના છે. અત્યાર સુધી બીજેપીએ 8 ફોર્મ ભરી બે ઉમેદવારી ડમી સાથે નોંધાવી છે. માલવા કોંગ્રેસ, બહુજન મુક્તિ પાર્ટી, AIMIM, આપ, BSP બે બે ફોર્મ મેળવ્યા છે. જ્યારે બાપે 3 ફોર્મ અને સૌથી વધુ અપક્ષોએ 29 ફોર્મનો ઉપાડ કર્યો છે. આ જોતા ભરૂચ બેઠક માટે કામકાજના 3 દિવસમાં 8 પક્ષ મળી અપક્ષો દ્વારા 51 ફોર્મનો 33 વ્યક્તિઓ દ્વારા ઉપાડ કરાયો છે.

#Bharuch #GujaratConnect #Loksabha Election #Loksabha Election Candidates #Election2024 #Bharuch BJP
Here are a few more articles:
Read the Next Article