/connect-gujarat/media/post_banners/ee9f9c5f7c5131f214fd5168e8541f18c72851364bb06a9744f6115242807bdd.jpg)
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દાદા લેખરાજના સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સ્થાપક દાદા લેખરાજના સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ,અંકલેશ્વર,વાગરા,ઝઘડીયા અને જંબુસરમાંથી બ્રહ્માકુમારીઝ પરિવારના અનુયાયો જોડાયા હતા.ઝાડેશ્વર બ્રહ્મકુમારીઝ સેન્ટરના ઇન્ચાર્જ પ્રભાદીદી, હેતલ દીદી,અનિલા દીદી,સહિતના સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયો આજે સ્મૃતિ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા.