Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દિલ્હી ખાતે રાષ્ટ્રીય એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે 7 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ થયા રવાના...

રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ જિલ્લા શાખા દ્વારા પ્રથમવાર ભરૂચ જિલ્લાના 7 જેટલા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ દિલ્હી ખાતે રાષ્ટ્રીય એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભાગ લેવા પસંદગી પામ્યા છે

X

રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ જિલ્લા શાખા દ્વારા પ્રથમવાર ભરૂચ જિલ્લાના 7 જેટલા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ દિલ્હી ખાતે રાષ્ટ્રીય એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભાગ લેવા પસંદગી પામ્યા છે, ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.

સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ માટે ઘણું જ અલ્પ કાર્ય થયું છે. જોકે, કેટલાક પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ રમત ગમતથી વંચિત પણ રહી ગયા છે. ઉપરાંત આહિના પ્રજ્ઞાચક્ષુઓ માટે શું કરી શકાય તેવી સ્થાનિક જનતા પાસે પણ કોઈ માહિતી નથી, ત્યારે ભરૂચ જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓ પણ રમત ગમત ક્ષેત્રે આગળ આવી પરિવાર અને જિલ્લાનું ગૌરવ વધારે તે માટે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ જિલ્લા શાખા તેમની પડખે આવ્યું છે. દિલ્હી બ્લાઇન્ડ સ્પોર્ટ એસોસિએશનમાં ભરૂચ જિલ્લાના 7 જેટલા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. દિલ્હી ખાતે રાષ્ટ્રીય એથ્લેટિક ચેમ્પિયનશીપમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 1000 મીટર દોડ તેમજ ગોળા ફેંક, બરછી ફેંક અને લાંબી કુદમાં આ ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે, ત્યારે આજરોજ 4 ભાઈઓ અને 3 બહેનો મળી કુલ 7 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ ટ્રેન મારફતે દિલ્હી ખાતે જવા રવાના થયા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ જિલ્લાના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા સહિતના આગેવાનોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story