ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે 4 દિવસીય સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે, ત્યારે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે 4 દિવસીય સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે, ક્રિકેટ, કબડ્ડી, વોલિબોલ, ફુટબોલ, ખો-ખો, બેડમિન્ટન, દોરડાં ખેંચ, ચેસ, કેરમ, રંગોળી જેવી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ વિવિધ સ્પર્ધામાં કૉલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિઘ રમતોમાં વિજેતા થયેલ ટીમ તથા વિજેતા વિદ્યાર્થીઓને કપ, શિલ્ડ અને મેડલ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.