Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નેત્રંગના વણખુટા ગામે 9 વર્ષના બાળકનું દીપડાના હુમલામાં મોત,જૂઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજત માટે ગયેલા નવ વર્ષના બાળકનું દીપડાના હુમલામાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે

X

ભરૂચના નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજત માટે ગયેલા નવ વર્ષના બાળકનું દીપડાના હુમલામાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે

ભરૂચના નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજર માટે ગયેલ નવ વર્ષના બાળકને વન્યપ્રાણી દીપડો ખેંચી જતા તેની લાશ જંગલ માંથી મળી આવી હતી, સ્થાનિક લોકો અને વન વિભાગ જાણવા મળતી માહિતી મુજબ આ બાળક પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવતા તેની મૃત હાલતમાં લાશ જંગલ માંથી મળી આવી હતી.વણખુટા ગામનો સેલૈયા કુમાર દેવેન્દ્ર ભાઈ વસાવા નામનો નવ વર્ષીય બાળક સાંજના સમયે ૭ વાગ્યાના અરસામાં કુદરતી હાજરી માટે ઘરથી થોડી દૂર ગયો હતો ત્યારબાદ તેના પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને દૂર જંગલમાં ખેંચી ગયો હતો બાળક લાપતા બનતા વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવતા મોડી રાતે જંગલમાંથી તેનો મૃતદેહ જંગલ માંથી મળી આવ્યો હતો.ગ્રામજનો દ્વારા નેત્રંગ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બાળકના મૃતદેહને નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Next Story