/connect-gujarat/media/post_banners/a11f6ff81b6ffce046f75e680d9c9618059e506c3defb30aed2562d18b9f9d81.jpg)
ભરૂચના જંબુસર તાલુકાના સિંગરણા ટંકારી ગામે વચ્ચે બાઇક ચાલકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજયું હતું. માર્ગમાં સ્વાન આવી જતાં બાઇક ચાલક પટકાયો હતો જેમાં તેમનું ગંભીર ઇજાના પગલે મોત નિપજયું હતું
ભરૂચના જંબુસર તાલુકાનાં સિંગરણા ટંકારી ગામે વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. 47 વર્ષીય પ્રવીણ પઢિયાર બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા આ દરમ્યાન મારગમાં શ્વાન આવી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે