આમોદના પશુદવાખાના નવીનગરીમાં રહેતો યુવક કોઈક કામ અર્થે જંબુસર તરફ જતો હતો ત્યારે આમોદ શમાં ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહને સામેથી ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુંણ મોત થયું હતું. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આમોદના પશુદવાખાના નગરીમાં રહેતો રાકેશ મજીભાઈ વસાવા ઉ.વ.૨૩ પોતાની બાઇક લઈને જંબુસર તરફ કોઈક કામ અર્થે જતો હતો.ત્યારે આમોદના શમાં ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહને સામેથી ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં રાકેશ વસાવાને માથાના ભાગે તેમજ કમર અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ૧૦૮ મારફતે તેને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો.
જ્યાં તેનું પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.આમોદ પોલીસ મથકે મરણ જનાર રાકેશ વસાવાના પિતા રામજીભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મરણજનાર રાકેશ વસાવા ત્રણ બહેનોનો એકનો એક જ ભાઈ હતો. તેમજ તેની પત્ની અને એક વર્ષની પુત્રી છે.પરિવારમાં એકના એક ભાઈનું મોત થતા બહેનો તથા તેની પત્નીએ ભારે આક્રંદ કર્યું હતું.