/connect-gujarat/media/post_banners/69d74cdb29ee686e96e9068058c91ca6da6df97b39834875e34b27ecf32a0c16.webp)
ભરૂચના આછોદથી આમોદ તરફ જતા મોટા પુલ નજીક રીક્ષાની અડફેટે નીલગાય આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રીક્ષા પલટી મારી જતાં રીક્ષાને પણ મોટું નુકશાન થયું હતું.
મળતી માહિતી અનુસાર, ભરૂચના આછોદથી આમોદ મોટા પુલ નજીક રોડ ઉપર અચાનક નીલ ગાય દોડી આવતા નીલ ગાય રીક્ષા સાથે ભટકાઈ હતી. આ ઘટનામાં નીલ ગાયનું સ્થળ ઉપર જ મોત થયું હતું, જ્યારે રીક્ષા પલટી મારી જતા રીક્ષાને મોટું નુકશાન થયું હતું, ત્યારે આવતા જતા લોકોએ રીક્ષાને ઉભી કરી સાઈડમાં ખસેડી હતી, જ્યારે સ્થળ ઉપર મૃત્યુ પામેલા નીલ ગાય અંગે આમોદ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા મૃત નીલ ગાયને ત્યાંથી ખસેડી સરભાણ નર્સરી ઉપર લઈ જવામાં આવી હતી. નીલ ગાયના મોત અંગે વન વિભાગે પંચનામું કરી અંતિમ સંસ્કાર કરવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.