ભરૂચ : રતન તળાવ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ...

મકાનમાં રહેલ રોકડ રકમ સહિત સાતેક તોલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 3 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા

New Update
ભરૂચ : રતન તળાવ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ...

ભરૂચ શહેરના રતન તળાવ વિસ્તારના બંધ મકાનને ગત રાત્રે બાઈક પર આવેલા તસ્કરોએ નિશાન બનાવી સાતેક તોલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી આશરે રૂ. 3 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી ગયા હતા. ભરૂચના રતન તળાવ વિસ્તારમાં આવેલ દરગાહની સામે રહેતા પત્રકાર જીવણ ડોડીયા પત્ની સાથે કાઠિયાવાડ ખાતે બેસણાંમાં ગયા હતા. આ દરમ્યાન પુત્ર ગૌતમ ઘર બંધ કરી ધાબા પર સુવા ગયો હતો, ત્યારે મધરાત્રિએ એક બાઈક પર આવેલા 3 ઈસમોએ તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.

ત્યારબાદ મકાનમાં રહેલ રોકડ રકમ સહિત સાતેક તોલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 3 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે, સવારે ઘરના તાળા તૂટેલા જોતા ચોરી થયાની આશંકા સાથે તપાસ કરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં ઘરના CCTV ચેક કરતા 3 ઈસમો બાઈક પર આવી ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે ભરૂચ એ’ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલાએ તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Latest Stories