ભરૂચ: જંબુસરના કાવી નજીક અરબી સમુદ્રમાંથી મળ્યુ સ્ફટિકનું શિવલિંગ, મંદિરમાં કરાશે સ્થાપન!

જંબુસર તાલુકાના કાવી ગામના કાલિદાસ વાઘેલા મંગળ કાળીદાસ ફકીરા સહિતના 12 જેટલા માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા.

ભરૂચ: જંબુસરના કાવી નજીક અરબી સમુદ્રમાંથી મળ્યુ સ્ફટિકનું શિવલિંગ, મંદિરમાં કરાશે સ્થાપન!
New Update

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવિ ગામના માછીમારોની જાળમાં અઢી ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ આવતા આચાર્ય ફેલાયું હતું.

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામના કાલિદાસ વાઘેલા મંગળ કાળીદાસ ફકીરા સહિતના 12 જેટલા માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા તેઓ ગામના છગન વાઘેલાની બોટ લઈને ગયા હતા. માછીમારી માટે નાખેલી જાળમાં શિવલિંગ આકારનો પથ્થર ફસાઈ ગયો હતો તેને નજીકમાં લાવી સાફ કરીને જોતા તે શિવલિંગ જ હોવાનું જણાયું હતું આ શિવલિંગ ભરતીના પાણીમાં તરતું હતું જ્યારે ઓટ આવતા જમીનમાં બેસી ગયુ હતું. માછીમારોએ તેને ઉચકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઉચકી શકાય તેમ ન હતું.બીજી બોટના નાગરિકોની મદદથી શિવલિંગને કિનારા પર લાવવામાં આવ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા કાવી તથા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. આ શિવલિંગનું વજન આશરે સો કિલો અને ઊંચાઈ અઢી ફૂટ જેટલી છે તેની અંદર ચાંદીનો શેષનાગ અને મૂર્તિ દેખાઈ રહ્યા છે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હોવાથી શિવલિંગ ખંડિત થયું હોય તેમ લાગી રહ્યું છે કમલેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપના કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે

#Bharuch #Gujarat #CGNews #Jambusar #found #Kavi #crystal Shivling #Arabian sea #Shivling
Here are a few more articles:
Read the Next Article