New Update
/connect-gujarat/media/post_banners/e2cd5eeaa6d6c88ce6d71218c11bbf8ef2778778ddc2570d94e02e14aac19138.webp)
ભરૂચ શહેર તથા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટેની ઝુંબેશ ચાલતી હોય, જે અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની સૂચના અનુસાર SOG પીઆઇ એ.એ.ચૌધરી દ્વારા ટીમ બનાવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા એક્શન પ્લાન બનાવાયો હતો.
જે મુજબ SOG પોલીસે છેલ્લા 9 મહિનાથી જુગારધારા કલમ 12 મુજબ નાસતા ફરતા 37 વર્ષીય આરોપીને ઝડપી તેના વિરુદ્ધ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પીઆઇ એ.એ.ચૌધરી, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર, રવિન્દ્રભાઈ, પો.કો. મોહમ્મદ ગુફરાન, પો.કો. તનવીર મહંમદ સહિત નાઓએ કરી નાસતા ફરતા આરોપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Latest Stories