ભરૂચ : જંબુસરના ઉચ્છદ ગામે ONGCની ટ્રન્ક પાઈપ લાઈનમાંથી ક્રૂડ ઓઈલની ચોરીનો નિષ્ફળ પ્રયાસ..!

ઉચ્છદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસેથી પસાર થતી ONGCની ટ્રન્ક પાઈપલાઈનમાં પંચર કરી ક્રૂડ ઓઈલની ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
ભરૂચ : જંબુસરના ઉચ્છદ ગામે ONGCની ટ્રન્ક પાઈપ લાઈનમાંથી ક્રૂડ ઓઈલની ચોરીનો નિષ્ફળ પ્રયાસ..!

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસેથી પસાર થતી ONGCની ટ્રન્ક પાઈપલાઈનમાં પંચર કરી ક્રૂડ ઓઈલની ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસેથી પસાર થતી ONGCની ટ્રન્ક પાઈપલાઈનમાં પંચર કરી ક્રૂડ ઓઈલની ચોરીનો મામલો સામે આવ્યો છે, ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલ ONGCની સિક્યુરીટી ટીમે ક્રૂડ ઓઈલની ચોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો હોવાના તથા સિક્યુરીટીની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે અગાઉ ક્રૂડ ઓઈલની ચોરી કરવાનો પ્રયાસ કરનારા સ્થળ ઉપર ટેન્કર તથા ચોરી કરવાના સાધનો મુકી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તેઓની કોન્ટ્રાકટ હેઠળની સિક્યુરીટી ટીમ સુપર વાઇઝર ઇલ્યાસ ભટ્ટી સાથે પેટ્રોલિંગમાં નીકળી હતી. ગત રાત્રીના અઢી વાગ્યાના અરસામાં માસારોડથી અણખી ONGCની ટ્રંક પાઇપલાઇન ઉપર પેટ્રોલીંગમાં હતા, અને ફરતા ફરતા ઉચ્છદ ગામની સીમમાં આવેલ ટ્રન્ક પાઈપલાઈન પાસે પહોંચતા દૂરથી લાઈન ઉપર બેટરીના પ્રકાશથી જોતા કઈક રેડીયમ જેવુ ચમકતું જોવા મળતા લાઈન તરફ ટીમ સાથે પહોચ્યા હતા, જ્યાં સ્થળ ઉપર એક ખાલી ટેન્કર મળી આવ્યું હતું. ટેન્કરના પાછળના ભાગે ONGC ટ્રંક પાઈપલાઈન ઉપર ખાડો ખોદી વાલ્વ બેસાડેલ હતો, અને તેમાં પાઈપ ફીટ કરી તેની બીજી બાજુની પાઈપ ટેન્કરની અંદર નાખી હોવાનું જણાઈ આવતા સુપરવાઇઝરે ત્વરિત તેઓના વાંસેટા સ્થિત મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીને હકીકતની જાણ કરી હતી. ONGC TPLની લાઈન ઉપર આશરે 4 ફુટ ઉંડાઈનો ખાડો હતો, અને તેમાં ONGCની ચાલુ ક્રૂડ ઓઈલની લોખંડની પાઈપ ઉપર આશરે સાડા ચારેક ફુટની ઉંડાઈએ 3 નંગ લોખંડના વાલ્વ ફીટ કરેલ હોવાનુ જણાઈ આવતા તેઓએ વેડચ પોલીસ મથકે બનાવ સંદર્ભે જાણ કરી હતી. વેડચ પોલીસ મથકના ઈ.ચા. પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એ.આહીર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી હકીકતથી વાકેફ થઈ ખાલી ટેન્કર તથા ક્રૂડ ઓઈલની ચોરી કરવાના સાધનો જપ્ત કરી મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદી દ્વારા ટેન્કર ચાલક તથા તેના મળતિયા વિરુદ્ધ આપેલ ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories