ભરૂચ: ઝઘડીયાના નવી તરસાલી ગામની શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ઝઘડિયાના નવી તરસાલી ગામની મદની પ્રાથમિક શાળાના પટાંગણમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો

New Update
ભરૂચ: ઝઘડીયાના નવી તરસાલી ગામની શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ઝઘડિયાના નવી તરસાલી ગામની મદની પ્રાથમિક શાળાના પટાંગણમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો

ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ખાતે આવેલી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની પ્રાથમિક શાળાના પટાંગણમાં આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ યોજાયો હતો, આયોજીત સન્માન સમારોહમાં ભાલોદ, તરસાલી તેમજ આજુબાજુના વિસ્તારના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ પાસ થયેલા મુસ્લિમ સમાજનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્કૂલબેગ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં, આયોજિત કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા સ્વાગત ગીત તેનજ વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યાં હતાં, મદની શાળાના શિક્ષકોને પણ ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન ડો.મોઇન મોહંમદ મલેક,માસ્ટર સાબીરભાઈ મોહમ્મદ, માસ્ટર અબ્બાસભાઈ, અગ્રણી ઈમ્તીયાઝઅલી સૈયદ, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ વાંસદિયા અને એપીએમસી ચેરમેન દિપકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories