ભરૂચ : બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર SVM સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો...

SVM હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવી ઉતીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર SVM સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો...

ભરૂચની SVM હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવી ઉતીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત ભરૂચની SVM હાયર સેકન્ડરી સ્કૂલ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન છે. માર્ચ 2024માં સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં SVM હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી પોતાનું તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. ધોરણ 12માં કુમારી સકીના અંકલેશ્વરીયાએ 99.41 પર્સન્ટાઇલ તથા ધોરણ 10માં હિતાંશ આગ્નેચિયા 98.90 પર્સન્ટાઇલ સાથે પ્રથમ રહ્યા છે. આ ઉપરાંત બીજા ઘણા વિદ્યાર્થીઓએ 90 ટકા સુધી ગુણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે, ત્યારે સંસ્થાના ડિરેક્ટર દેવાંગ ઠાકોર તથા શિક્ષક ગણ દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Latest Stories