/connect-gujarat/media/post_banners/0e6129d7bcca5730e1f2eca3825b2fc3a9f2962239ee3fd4a35f0b633ac3793e.webp)
ભરૂચના જંબુસર તાલુકાના ઉમરા બસ સ્ટેન્ડ પાસે ઉબેર જવાના રોડ પર ટ્રેક્ટરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
ભરૂચના જંબુસર તાલુકાના ઉમરા મહાદેવ ફળીયા ખાતે રહેતા હસમુખ પટેલના ડેહલામાં પશુ બાંધેલા હતા તથા ટ્રેક્ટર મૂકેલું હતું ત્યારે મોડી રાત્રે આકસ્મિક શોર્ટ સર્કિટ થવાના કારણે કુવાના ડહેલામાં મુકેલા ટ્રેક્ટરમાં આગ લાગતા ટ્રેક્ટર બળીને ભસ્મીભૂત થયું હતું.સબનસીબે વાડામાં બાંધેલ પશુને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી ન હતી. બનાવની જાણ થતાની સાથે જ ગ્રામજનો અને જંબુસર ફાયર વિભાગના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી