ભરૂચ: ઉમલ્લા નગરમાં સ્થાનિક પોલીસ તેમજ UP પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: ઉમલ્લા નગરમાં સ્થાનિક પોલીસ તેમજ UP પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

ઝઘડીયાના ઉમલ્લા નગરના વિવિધ વિસ્તારોમાં પીએસઆઈ એન.જી. ટાપરીયા તેમજ UP પોલીસના સબ ઇન્સ્પેકટર આશિષ કુમારની આગેવાનીમા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના જવાનો સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી. વિવિધ વિસ્તારમાં ફમેગમાર્ચ યોજાઈ હતી.આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અશાંતિ ન ફેલાય તેવા હેતુસર ઉમલ્લા નગરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

Latest Stories