ભરૂચમાં કાર્યરત છે જે સક્રિય પત્રકાર સંઘ
વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું કરવામાં આવ્યું આયોજન
80 જેટલા લોકોએ લીધો લાભ
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર પરિવારો માટે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને એમાં પણ પત્રકાર સંઘના ભૂતપૂર્વ પ્રમુખ જગદીશ પરમારનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યુ હતુ.જેને પગલે ભરૂચ સક્રિય પત્રકાર સંઘને ફિલ્ડમાં કામ કરતા પત્રકારોની ચિંતા સતાવતી હતી.જેને ધ્યાને લઇ એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટરના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ફ્રી કન્સલટેશન,ઈ.સી.જી, લિપિડ પ્રોફાઈલ,આર.બી.એસ તેમજ જરૂરિયાત જણાય તો ઈકો હૃદયની સોનોગ્રાફી કરી આપવામા આવી હતી.આ ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પનો જિલ્લા અને શહેરના પત્રકારો અને તેમના પરિવારના ૮૦ જેટલા સભ્યોએ લાભ લીધો હતો.આ પ્રસંગે ડૉ. કેતન દોશી દ્વારા હૃદય રોગના આવતા હુમલા વિશે વિશેષ સમજ આપવામાં આવી હતી.સાથે તેનાથી બચવા માટે લેવી પડતી સાવચેતીથી અવગત કરાવવામાં આવ્યા હતા. કેમ્પમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલ,ઉપપ્રમુખ નિલેશ ટેલર, પ્રોજેકટ ચેરમેન હરેશ પુરોહિત, સચિન પટેલ સહિત પત્રકારોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર વાછાણીએ કર્યું હતુ.