New Update
/connect-gujarat/media/post_banners/56d0818649b7956ff2b73bbdc02dfcebc815d254eec7a904fb8131b970e26b68.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના થણાવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલની માઈનોર કેનાલમાં અવારનવાર ગાબડું પડતા ખેડૂતો હેરાન પરેશાન બની ગયા છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થતી કેનાલોમાં વારંવાર ગાબડા પડવા સાથે કેનાલો તૂટી જતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે જંબુસર તાલુકાના થણાવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલની માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ કામગીરી કરવાને બદલે ખેડૂતોને જ ધમકાવતા હોવાની બુમો ઉઠી છે. આ સાથે સાફ-સફાઈના નામે બીલો મૂકી નાણા ચાઉં કરતા હોવાના આક્ષેપો પણ થયા છે, ત્યારે જવાબદાર અધિકારી સામે પગલા ભરવા સાથે ખેડૂતોની તંત્ર ખેડૂતોની વ્હારે આવે તેવી માંગ કરી છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/28/rafal-2025-07-28-21-40-11.jpg)
LIVE