New Update
/connect-gujarat/media/post_banners/3d710992ae942a2249bc4b63c7bf5ecfaff3e12dc90248dc213bc81720955942.jpg)
ભોપાલથી 20 હજાર કી.મી.ની સાયકલ યાત્રાએ નીકળેલ યુવતીનું ભરૂચમાં સ્વાગત કરવામાં આવ્યું હતું
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના નાતારામની આશા માલવી નામની આ સુશિક્ષિત યુવતીએ હાલમાં સામાજિક હેતુઓને પ્રોત્સાહિત કરવા ૨૦ હજાર કિલોમીટરની સાયકલ યાત્રા આદરી છે. આ સાહિસક સરના ભાગરૂપે આ યુવતી આજે ભરૂચ આવી ત્યારે અધિક કલેક્ટ એન.આર.ધાંધલે તેમનું સ્વાગત કર્યું હતું.પોતાની સાયકલયાત્રા વિશે તેણે જણાવ્યું હતું કે, મારો આશય મહિલાઓ માટે સુરક્ષા અને આદરને અગ્રતા આપતાં સમાજને પ્રોત્સાહિત કરવાનો છે. ભરૂચથી તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે પ્રસ્થાન કર્યું હતું
Latest Stories