/connect-gujarat/media/post_banners/5a6aecdbcf22d5c61c031afc5223ddbf3a4ee9e7baaffc2f5a708e7f50c2dee8.jpg)
સમગ્ર ભારત દેશમાં આઝાદી અમૃત મહોત્સવને લઈને બ્રહ્મકુમારીઝ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયને 27 વર્ષ પૂર્ણ થતાં બાઇક રેલી સહિતના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયને 27 વર્ષ પૂર્ણ થતાં કેક કટિંગ, બાઇક રેલી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા સુરક્ષિત ભારત સડક સુરક્ષા મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયીઓ મોટરસાયકલ રેલીમાં જોડાયા હતા. જે રેલીને ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી સેન્ટરથી સેન્ટરના ઇન્ચાર્જ પ્રભાદિદિ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી,
ત્યારે આ મોટરસાયકલ યાત્રા સમગ્ર ભરૂચ શહેરમાં ફરી બપોર બાદ અંકલેશ્વર સીટી અને જીઆઇડીસી વિસ્તારમાં ફરી હતી. જેમાં મોટરસાયકલ ચાલકોએ અન્ય વાહનચાલકોને કઈ કઈ બાબતનું ધ્યાન અને કાળજી રાખવી તે વિષે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ગ્રામ્ય વિકાસ અભિયાન પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે વિંગના સદસ્યો દ્વારા આવનાર દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં જઈ ખેડૂત મિત્રો તેઓના પાકમાંથી કેવી રીતે સારી ઉપજ પ્રાપ્ત કરી શકે અને ગુણવત્તાવાળુ અનાજ પ્રાપ્ત થાય તે માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેના ભાગરૂપે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા આત્મનિર્ભર કિસાન અભિયાનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.